અમદાવાદમાં મંજૂરી વગર વૃક્ષો કાપવાના વિવાદમાં સપડાયેલી ચિત્રા પબ્લિસિટીને AMTSના 800 બસ શેલ્ટર પીપીપી ધોરણે બનાવવાનું કામ સોંપવાની તૈયારી છે. એજન્સી પોતાના ખર્ચે શેલ્ટર બનાવશે અને બદલામાં જાહેરાતના હક મેળવશે. ઉલ્લેખનીય છે કે એજન્સી પર વૃક્ષ કાપવા બદલ ફટકારાયેલો 10 લાખ રૂપિયાનો દંડ હજુ ભરાયો નથી.
ચિત્રા પબ્લિસિટીને 800 બસ શેલ્ટરનું કામ સોંપાશે
Source: GSTV