અમદાવાદના રાણીપ વિસ્તારમાં સુભાષ સર્કલ પાસે અંગત અદાવતમાં રણછોડભાઈ ઉર્ફે અજય સાલવીની તલવાર, ધારિયા અને છરી વડે હત્યા થઈ હતી. પોલીસે ગુનામાં વપરાયેલા વાહન સાથે 8 આરોપીઓને છત્રાલ GIDCમાંથી ઝડપી લીધા છે. અંકિત પરમાર, પાર્થ અને વિશાલ ચૌહાણ સહિત અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.
રાણીપમાં પિકઅપ ડાલામાં આવીને યુવકની હત્યા, 8 આરોપી ઝડપાયા
Source: Gujarat Samachar