ભરૂચ જિલ્લાના દહેજ GIDCમાં આવેલી વિઝન પ્રોડક્ટ્સ પ્રા. લિ. કંપનીના વેરહાઉસમાં વહેલી સવારે ભીષણ આગ લાગી હતી. સોલ્વન્ટથી ભરેલા ડ્રમમાં આગ લાગવાથી મોટો ધડાકો થયો હતો, જેનો અવાજ સાત કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ફાયર બ્રિગેડની સાતથી વધુ ટીમોએ કાબૂ મેળવ્યો છે; કોઈ જાનહાનિ થઈ નથી.
દહેજ GIDCમાં કંપનીમાં ભીષણ આગ, સાત ટીમે કાબૂ મેળવ્યો
Source: Aajkaal Gujarati