ભાજપે સોમવારે 65 સભ્યોની નવી રાષ્ટ્રીય ટીમ જાહેર કરી છે. આઈટી સેલના વડા તરીકે દીપક મ્હસ્કે અને યુવા મોરચાના વડા તરીકે હેમાંગ જોશીની નિમણૂક કરાઈ છે. અમિત માલવીય અને તેજસ્વી સૂર્યાને હટાવાયા છે. 13 ઉપાધ્યક્ષોમાં નવ નવા ચહેરા છે, જ્યારે રાષ્ટ્રીય સચિવોમાં મોટા ફેરફારો થયા છે.
ભાજપની 65 સભ્યોની નવી ટીમ જાહેર, અમિત માલવીય બહાર
Source: Gujarat Samachar