રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ધનંજય કે.આર.સિંગની ડાયરેક્ટર તરીકે નિમણૂક થઈ છે. જામનગર એરપોર્ટ પરથી બદલી થયેલા સિંગ 13 ઓક્ટોબરે ચાર્જ સંભાળશે. તેમની સમક્ષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાનો પડકાર છે. એરપોર્ટ સલાહકાર સમિતિની બેઠકમાં મોબાઇલ નેટવર્કની સમસ્યા, પિકઅપ-ડ્રોપ લેન અલગ કરવા અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવા અંગે ચર્ચા થઈ હતી.
રાજકોટ એરપોર્ટને નવા ડાયરેક્ટર, ધનંજય કે.આર.સિંગ સંભાળશે જવાબદારી
Source: Aajkaal Gujarati