સુરત એપીએમસીમાં ડુંગળીના હોલસેલ ભાવ ₹700થી વધીને ₹1100 પ્રતિ ક્વિન્ટલ થયા છે, જ્યારે છૂટકમાં ₹60-70 પ્રતિ કિલો વેચાય છે. વાતાવરણમાં ફેરફાર અને મહારાષ્ટ્રમાં વરસાદથી પાક બગડતાં આવક ઘટીને માત્ર 20 ગાડી થઈ છે. વેપારીઓએ હજુ એક મહિના ભાવ યથાવત્ રહેવાની ધારણા વ્યક્ત કરી છે.
સુરત હોલસેલ માર્કેટમાં ડુંગળીનો ભાવ ₹700થી ₹1100 પહોંચ્યો
Source: TV9 Gujarati