ગુજરાતમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ છે અને છેલ્લા 24 કલાકમાં ક્યાંય અડધા ઇંચથી વધુ વરસાદ નથી પડ્યો. અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 અને 25 સપ્ટેમ્બરે ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા સહિતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે હળવો વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં હવામાન સૂકું રહેશે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો 90 ટકા વરસાદ થઈ ગયો છે.
ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, હળવા વરસાદની આગાહી
Source: BBC Gujarati