રાજકોટના ભક્તિનગર સર્કલે બપોરે 27 વર્ષીય વિમલ ધર્મેશભાઈ વાણીયાની અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી. બોલાચાલી બાદ હુમલો થતાં તે લોહીલુહાણ થઈ ઢળી પડ્યો, હોસ્પિટલમાં મૃત જાહેર થયો. ડીસીપી હેતલ પટેલ સહિતની ટીમે તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં ધોળા દિવસે યુવકની છરીના ઘા ઝીંકી હત્યા
Source: Aajkaal Gujarati