ગુજરાતમાં ભાદરવાના વરસાદે પાકને નવજીવન આપ્યું, પણ જામનગરના જામજોધપુર તાલુકામાં ખેડૂતો ચિંતામાં છે. 23 સપ્ટેમ્બર સુધીમાં માત્ર 16 ઇંચ વરસાદ પડ્યો, જે 30 વર્ષની સરેરાશ 32 ઇંચના અડધા જેટલો છે. પાક નિષ્ફળ જતાં ઘાસચારાની તંગી સર્જાઈ છે, જેથી ખેડૂતો બળદોને પાંજરાપોળ અને બળદ આશ્રમમાં સોંપી રહ્યા છે.
જામનગરના ખેડૂતો પર વરસાદની ખાધનો બોજ, બળદો આશ્રમે
Source: BBC Gujarati