ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ઝારખંડમાં મુશળધાર વરસાદ અને IMDની ઓરેન્જ-રેડ એલર્ટને પગલે શાળાઓ બંધ રાખવાનો આદેશ અપાયો છે. લખનૌ, કાનપુર, વારાણસી, પ્રયાગરાજ, દેહરાદૂન, નૈનીતાલ, ચમોલી, ઉત્તરકાશી, રાંચી અને જમશેદપુરમાં અસર વધુ છે. ઉત્તરાખંડમાં ભૂસ્ખલન અને નદીઓમાં પૂરનું જોખમ છે, જ્યારે ઝારખંડમાં જળબંબાકારથી વાહનવ્યવહાર ખોરવાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 થી 48 કલાક ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.
ત્રણ રાજ્યોમાં ભારે વરસાદ, શાળાઓ બંધ
Source: VTV Gujarati