મસલ્સ બનાવવા માટે ફક્ત જીમમાં કસરત પૂરતી નથી, પૂરતું પ્રોટીન પણ જરૂરી છે. નિષ્ણાતોના મતે રેઝિસ્ટન્સ ટ્રેનિંગ કરતા લોકોએ શરીરના વજનના પ્રતિ કિલોગ્રામ 1.6થી 2.2 ગ્રામ પ્રોટીન લેવું જોઈએ. વજન ઘટાડતી વખતે સ્નાયુ જાળવવા 2.3થી 3.1 ગ્રામ પ્રોટીનની સલાહ અપાય છે. ઈંડા, ચિકન, દાળ અને સોયા પ્રોટીનના સારા સ્રોત છે.
મસલ્સ માટે જીમ પૂરતું નથી, પ્રોટીન જરૂરી
Source: News18 Gujarati