અમેરિકાના ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં શક્તિશાળી તોફાનથી ન્યૂ યૉર્ક અને ન્યૂ જર્સીમાં ઇમરજન્સી જાહેર થઈ છે, જ્યારે બૅંગકૉકમાં ભારે વરસાદ બાદ પૂર સંબંધિત ઇમરજન્સી લાગુ કરાઈ છે. અમેરિકામાં લગભગ એક કરોડ લોકો પ્રભાવિત થયા છે, 1,199 ફ્લાઇટ્સ રદ થઈ છે અને બ્રૂક્લિનમાં એક મોત નોંધાયું છે. બૅંગકૉકમાં 300 મિલીમીટરથી વધુ વરસાદ પડ્યો છે અને નહેરોમાં પાણીનું સ્તર ઊંચું રહેતાં જોખમ ટળ્યું નથી.
અમેરિકા અને બૅંગકૉકમાં પૂરની ઇમરજન્સી, લાખો પ્રભાવિત
Source: BBC Gujarati