બનાસકાંઠાના વાવ-થરાદ નજીક ભારતમાલા એક્સપ્રેસ વે પર મોડી રાત્રે રખડતા ઢોર સાથે કાર અથડાતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો છે. થરાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી બચાવ કાર્ય હાથ ધર્યું છે. આ ઘટનાએ હાઈવે પર રખડતા ઢોર અંગે હાઈવે ઓથોરિટી અને સ્થાનિક તંત્રની બેદરકારી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.
ભારતમાલા એક્સપ્રેસ વે પર ઢોરના કારણે અકસ્માત, બેના મોત
Source: Zee 24 Kalak