સુરતના લાલગેટ અને અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા બે ચર્ચમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. ક્રાઈમ બ્રાન્ચે 27 વર્ષીય અનિલ જલિયા પારગીની ધરપકડ કરી છે અને તેની પાસેથી રૂ.85,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી પ્રાર્થનાના બહાને ચર્ચમાં જઈ રેકી કરતો અને પછી તાળા તોડી ચોરી કરતો હતો.
સુરતમાં બે ચર્ચમાં ચોરી, ક્રાઈમ બ્રાન્ચે આરોપી ઝડપ્યો
Source: News18 Gujarati