એશિયન ગેમ્સ 2026ની પુરુષ ક્રિકેટ ક્વાર્ટર ફાઇનલમાં ભારત-અફઘાનિસ્તાન મેચ સતત વરસાદને કારણે ટોસ વગર રદ થઈ. નોકઆઉટ મેચો માટે રિઝર્વ ડે ન હોવાથી ICC T20 રેન્કિંગમાં નંબર-1 ભારતને વિજેતા જાહેર કરાયું. ભારત સેમિફાઇનલમાં પહોંચ્યું, જ્યાં શ્રીલંકા-નેપાળ વચ્ચેની ક્વાર્ટર ફાઇનલના વિજેતા સાથે ટકરાશે. ભારત પુરુષ ક્રિકેટનું વર્તમાન ચેમ્પિયન છે.
વરસાદને કારણે મેચ રદ, ભારત સીધું સેમિફાઇનલમાં
Source: Gujarati Jagran