જાપાનના આઈચી નાગોયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સ 2026માં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ સેમિફાઇનલમાં પહોંચી છે. અફઘાનિસ્તાન સામેની ક્વાર્ટર ફાઇનલ ભીના આઉટફીલ્ડને કારણે રદ થતાં, આઈસીસી ટી20 રેન્કિંગમાં પ્રથમ ક્રમે રહેલી ટીમ ઈન્ડિયાને રેન્કિંગના આધારે સેમિફાઇનલની ટિકિટ મળી. અફઘાનિસ્તાનની ટીમ બહાર થઈ ગઈ છે. ભારત પહેલા પાકિસ્તાનની હોંગ કોંગ સામેની ક્વાર્ટર ફાઇનલ પણ વરસાદને કારણે રદ થઈ હતી.
વરસાદને કારણે ક્વાર્ટર ફાઇનલ રદ, ભારત સેમિફાઇનલમાં
Source: TV9 Gujarati