જેતપુરના દેરડીધાર વિસ્તારમાં મજૂરીના પૈસા બાબતે થયેલી બોલાચાલીની અદાવત રાખીને અંકુર સોલંકી અને તેના ભાઈએ રમેશભાઈ ડામોરનું ઝૂંપડું સળગાવી દીધું હતું. આગમાં અનાજ, કપડાં અને ઘરવખરી સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. ઉદ્યોગનગર પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જેતપુરમાં મજૂરી વિવાદ બાદ ઝૂંપડું સળગાવાયું
Source: Aajkaal Gujarati