સુરત મહાનગરપાલિકાએ ગણેશોત્સવ દરમિયાન એકત્ર થયેલા 40 મેટ્રિક ટન પૂજાના ફૂલોને તાપી નદીમાં પધરાવવાને બદલે વર્મીકમ્પોસ્ટ બનાવવાની પહેલ કરી છે. આ ફૂલોને અલગથી એકત્ર કરી 70 દિવસની પ્રક્રિયા બાદ કુદરતી ખાતરમાં ફેરવાશે, જેનો ઉપયોગ શહેરના બગીચાઓમાં છોડ અને વૃક્ષોના ઉછેર માટે થશે. આનાથી ધાર્મિક ભાવનાનું જતન થતાં નદી પ્રદૂષણ ઘટશે.
સુરતમાં ગણેશોત્સવના ફૂલો હવે ખાતર બનશે
Source: Aajkaal Gujarati