સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં દાવો કરાયો છે કે ડેરી ફાર્મના એક્ઝોસ્ટ ફેન સામે 1 kW પવનચક્કી ગોઠવીને વર્ષે 11,000 યુનિટ મફત વીજળી બનાવાય છે. જોકે, ટેકનિકલ ગણતરી મુજબ 1 kW ટર્બાઇન વર્ષે વધુમાં વધુ 8,760 યુનિટ જ પેદા કરી શકે. બેકપ્રેશરથી મોટર બળવાનું જોખમ છે અને થર્મોડાયનેમિક્સના નિયમો અનુસાર આ ખર્ચાળ સોદો છે.
એક્ઝોસ્ટ ફેનથી વીજળી બનાવવાનો દાવો પાયાવિહોણો
Source: TV9 Gujarati