જામનગરના ગીતા મંદિર સામે ખુલ્લા પ્લોટમાં જેન-ઝેડ ગરબાના મેગા આયોજન સામે સ્થાનિક રહેવાસીઓએ વિરોધ કર્યો છે. આયોજકો 4000 ખેલૈયાઓ સાથે રાત્રે 2 વાગ્યા સુધી ગરબા યોજવાની જાહેરાત કરી છે, જેનાથી પરીક્ષાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો અને બીમાર લોકોને ત્રાસ થશે તેવી ચિંતા વ્યક્ત કરાઈ છે. રહેવાસીઓએ મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર અને પોલીસ વડાને આવેદનપત્ર આપી આયોજન રદ કરવાની માંગ કરી છે અને ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.
જામનગરમાં રહેણાંક વિસ્તારમાં ગરબા આયોજન સામે લોકોનો આક્રોશ
Source: Khabar Gujarat