ન્યૂ ચંડીગઢના પીસીએ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં વન-ડે સીરિઝની ત્રીજી અને અંતિમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને 5 વિકેટે પરાજય આપ્યો. ભારતે 351 રન બનાવ્યા હતા, પરંતુ કેપ્ટન શે હોપની 162 રનની અણનમ ઈનિંગ્સથી વેસ્ટ ઈન્ડિઝે 48.2 ઓવરમાં 352 રનનો ટાર્ગેટ પૂરો કર્યો. વન-ડે ઈતિહાસમાં વેસ્ટ ઈન્ડિઝનો આ સૌથી મોટો સફળ રન ચેઝ છે, જેણે ભારતના 3-0 ક્લીન સ્વીપના સપનાને ચકનાચૂર કરી દીધું.
વેસ્ટ ઈન્ડિઝે 352 રનનો ટાર્ગેટ ચેઝ કરી ભારતને 5 વિકેટે હરાવ્યું
Source: Aajkaal Gujarati