વીકેન્ડની લાંબી રજાઓને કારણે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હિલ સ્ટેશનો પર પ્રવાસીઓનો અભૂતપૂર્વ ઘોડાપૂર ઉમટ્યો છે. શિમલા, મનાલી અને નૈનીતાલમાં ગંભીર ટ્રાફિક જામ સર્જાયો છે, જ્યારે કેંચી ધામમાં પગ મૂકવાની જગ્યા નથી. શુક્રવારે શિમલામાં 16,277 વાહનો પ્રવેશ્યા હતા, જેમાં 7,060 અન્ય રાજ્યોના હતા. પોલીસે વધારાનો કાફલો તૈનાત કર્યો છે.
હિમાચલ-ઉત્તરાખંડમાં પ્રવાસીઓનો ઘોડાપૂર, ભારે ટ્રાફિક જામ
Source: Aajkaal Gujarati