ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કચ્છના ખાવડા ખાતે વિશ્વના સૌથી મોટા હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાત લીધી. તેમણે પવન અને સોલાર ઉર્જા પ્રોજેક્ટ્સની કામગીરી નિહાળી અને સ્વદેશી ટેક્નોલોજી દ્વારા ગ્રીન એનર્જી ક્ષેત્રે આત્મનિર્ભરતા માટે આહ્વાન કર્યું. ૮૦૦ ચોરસ કિલોમીટરમાં નિર્માણાધીન આ પાર્કનો ૨૦૨૮ સુધીમાં ૩૭ ગીગાવોટ ઉત્પાદનનો લક્ષ્યાંક છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાત લીધી
Source: Aajkaal Gujarati