અમદાવાદના પકવાન સર્કલથી ઈસ્કોન બ્રિજ તરફ જઈ રહેલી સ્વિફ્ટ ડિઝાયર કારના ચાલકે મોડી રાત્રે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં સર્વિસ રોડ પર પાર્ક કરેલી ઈનોવા, i20 અને BMW સહિત ત્રણ કારને ટક્કર મારી હતી. કારમાં છ લોકો સવાર હતા, પરંતુ સદ્નસીબે કોઈ જાનહાનિ થઈ નથી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે અને SG-2 ટ્રાફિક પોલીસે તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પાસે કાર ચાલકે કાબૂ ગુમાવતાં ત્રણ વાહનો ટકરાયા
Source: VTV Gujarati