થાઈલેન્ડમાં મુસળધાર વરસાદ અને અચાનક આવેલા પૂરે ભારે તબાહી મચાવી છે. અત્યાર સુધીમાં 31 લોકોના મોત થયા છે અને 35 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. બેંગકોકને અધિકૃત રીતે આપત્તિ-પ્રભાવિત ક્ષેત્ર જાહેર કરાયું છે, શાળાઓ બંધ છે અને વર્ક ફ્રોમ હોમની અપીલ કરાઈ છે. હવામાન વિભાગે બુધવાર સુધી ભારે વરસાદની ચેતવણી આપી છે.
થાઈલેન્ડમાં પૂરથી 31ના મોત, બેંગકોક આપત્તિગ્રસ્ત જાહેર
Source: Aajkaal Gujarati