નવી દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે INDIA ગઠબંધનના 140થી વધુ સાંસદોએ સંસદથી ચૂંટણી પંચ તરફ માર્ચ કરી. પોલીસે બેરિકેડ મૂકીને રોકતાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અખિલેશ યાદવ, અભિષેક બેનર્જી અને ડેરેક ઓ'બ્રાયન સહિત નેતાઓ ધરણે બેઠા અને અટકાયતમાં લેવાયા. વિપક્ષનો આરોપ છે કે મતદાર યાદી પ્રક્રિયામાં ગેરરીતિઓ થઈ રહી છે.
ચૂંટણી પંચ માર્ચ: રાહુલ, પ્રિયંકા સહિત વિપક્ષી નેતાઓની અટકાયત
Source: Gujarat First