અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સની તૈયારીના ભાગરૂપે ઓડાએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસની ખેતીલાયક જમીનને એગ્રીકલ્ચર ઝોનમાંથી R-1 રેસિડેન્શિયલ ઝોનમાં ફેરવી છે. આનાથી હોસ્પિટાલિટી, રહેણાંક અને વ્યાપારી પ્રવૃત્તિઓને વેગ મળશે તેમજ જમીનના ભાવ વધવાની ચર્ચા છે. આ ઉપરાંત ભાટ સર્કલ ખાતે રૂ. 160 કરોડના ખર્ચે 11 માળનું નવું AUDA ભવન 24 મહિનામાં બનાવવાનો નિર્ણય લેવાયો છે.
કોમનવેલ્થ ગેમ્સ પહેલાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે ઝોન ફેરફાર
Source: Aajkaal Gujarati