રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓએ આજથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરી છે. વર્ગ-3ના 8,000થી 10,000 કર્મચારીઓ કામકાજથી અળગા રહેતાં જમીન નોંધણી, ઈ-ધરા, આવક અને જાતિના દાખલા સહિતની સેવાઓ ઠપ થઈ ગઈ છે. 14 માંગણીઓના કાયમી ઉકેલ માટે લેખિત ખાતરી વિના આંદોલન સમેટાશે નહીં.
ગુજરાતમાં મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ
Source: Gujarat First