ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સામાન્ય કારકુન રૉબર્ટ ક્લાઇવે મદ્રાસ અને કલકત્તામાં લગભગ આઠ વર્ષ બ્રિટિશ સેનાનું નેતૃત્વ કર્યું અને ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો પાયો નાખ્યો. ઇંગ્લૅન્ડમાં તેને મહાન સૈનિક માનવામાં આવે છે, જ્યારે ભારતમાં તેને લૂંટારો ગણવામાં આવે છે. 1725માં જન્મેલા ક્લાઇવ 1743માં કંપનીમાં જોડાવા ચેન્નઈ આવ્યા હતા.
રૉબર્ટ ક્લાઇવ: કારકુનથી સેનાપતિ સુધીની ગાથા
Source: BBC Gujarati