કોકરોચ જનતા પાર્ટીના 10 ઓક્ટોબરના વિરોધ પ્રદર્શન પહેલાં દિલ્હીમાં લાદવામાં આવેલા કડક નિયંત્રણો સામે સુપ્રીમ કોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની ખંડપીઠે મેટ્રો સ્ટેશનો બંધ કરવા અને ટ્રેનોની અવરજવર રોકવા પર તીખી ટિપ્પણી કરતાં કહ્યું કે સામાન્ય જનતાની અવરજવરને ઠપ કરવા જેવા અતિશય કડક પગલાં ન ભરી શકાય. કોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી પ્રશાસનને બંધ મેટ્રો સ્ટેશનોની સંખ્યામાં તાત્કાલિક ઘટાડો કરવા અને નિયંત્રણોની ત્વરિત સમીક્ષા કરવા આદેશ આપ્યો છે. વધુ સુનાવણી આગામી સોમવારે હાથ ધરાશે.
CJP વિરોધ પહેલાં દિલ્હીમાં પ્રતિબંધો પર સુપ્રીમ કોર્ટ સખત
Source: Aajkaal Gujarati