કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા 10 ઓક્ટોબરે જંતર-મંતર ખાતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને મતદાર યાદીના SIR મુદ્દે યોજાનારા પ્રદર્શન પહેલાં દિલ્હીમાં અભૂતપૂર્વ સુરક્ષા ગોઠવાઈ છે. દિલ્હી પોલીસે મંજૂરી નકારી છે અને 20,000થી વધુ જવાનો તૈનાત કર્યા છે. DMRCએ 45 મેટ્રો સ્ટેશનોના ગેટ 9 ઓક્ટોબર રાત્રે 9થી 10 ઓક્ટોબર સાંજે 6 વાગ્યા સુધી બંધ રાખવાની જાહેરાત કરી છે, જેનાથી મુસાફરોને ભારે હાલાકી થઈ રહી છે.
દિલ્હીમાં CJP પ્રદર્શન પહેલાં ચૌતરફી કિલ્લેબંધી, 45 મેટ્રો સ્ટેશન બંધ
Source: VTV Gujarati