કચ્છના લખપત તાલુકાના નારા ગામને 'કચ્છનું મિની પંજાબ' કહેવાય છે, જ્યાં 1970ના દાયકામાં પંજાબના ફિરોઝપુરથી આવેલા પરિવારોએ ખારી અને રેતાળ જમીનને ખેતીલાયક બનાવી. આજે આ વિસ્તાર લીલોતરીથી છવાયેલો છે. ગામમાં બે ગુરુદ્વારા અને લગભગ 2,100ની વસ્તી છે, જ્યાં પંજાબી અને ગુજરાતી બંને ભાષાઓ બોલાય છે.
કચ્છના વેરાન વિસ્તારને પંજાબીઓએ લીલોછમ બનાવ્યો
Source: BBC Gujarati