ભારતીય ચૂંટણી પંચે ફોર્મ-7 અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં મતદાર યાદીમાંથી નામ દૂર કરવાની અરજીઓની સંખ્યા મર્યાદિત કરવામાં આવી છે. નિર્ધારિત અવધિ દરમિયાન એક વ્યક્તિ વધુમાં વધુ 10 અને સતત અપડેટ દરમિયાન દર મહિને 5 અરજી કરી શકશે. આ નિયમ ઓનલાઇન અને ઓફલાઇન બંને પર લાગુ થશે. નામ દૂર કરતા પહેલાં તપાસ અને સુનાવણી ફરજિયાત કરાઈ છે.
ફોર્મ-7 અરજીઓ પર ચૂંટણી પંચની મર્યાદા લાગુ
Source: Gujarat First