શારદીય નવરાત્રિના નવ દિવસ માતા દુર્ગાની ઉપાસનાનો ખાસ સમય માનવામાં આવે છે, જેમાં દુર્ગા સપ્તશતીના પાઠનું વિશેષ મહત્ત્વ છે. માર્કંડેય પુરાણનો આ ભાગ 13 અધ્યાય અને 700 શ્લોકનો મનાય છે, જેમાં દેવીના સ્વરૂપો તથા મહિષાસુર, શુંભ-નિશુંભ જેવા અસુરોના વધનું વર્ણન છે. પાઠ પહેલાં કવચ, અર્ગલા સ્તોત્ર અને કીલકનો પાઠ કરવાની પરંપરા છે.
નવરાત્રિમાં દુર્ગા સપ્તશતી પાઠનું વિશેષ મહત્ત્વ
Source: VTV Gujarati