બેંગલુરુ સ્થિત ફિનટેક પ્લેટફોર્મ Stockal Securities પર અનધિકૃત ટ્રેડિંગનો આરોપ સામે આવ્યો છે, જેમાં 30 ભારતીય રોકાણકારોને રૂ. 100 કરોડથી વધુનું નુકસાન થયાનું જાણવા મળે છે. રોકાણકારોના જણાવ્યા મુજબ, તેમની મંજૂરી વિના Apple, Tesla જેવા શેર વેચીને ચીની કંપની Zhibao Technologyના શેર ખરીદવામાં આવ્યા હતા. Stockalએ ફિશિંગની શક્યતા વ્યક્ત કરી છે, જ્યારે DriveWealthએ જવાબદારી Stockal પર ઢોળી છે. બેંગલુરુમાં FIR નોંધાઈ છે.
Stockal કૌભાંડ: 30 ભારતીય રોકાણકારોને રૂ. 100 કરોડનું નુકસાન
Source: Gujarat First