અમેરિકી મિડટર્મ ચૂંટણી પરિણામો બાદ જાપાન અને સાઉથ કોરિયાના બજારો 4% સુધી તૂટ્યા, જ્યારે ભારતીય શેરબજાર સતત પાંચમા દિવસે તેજી સાથે બંધ થયું. સેન્સેક્સ 383 પોઇન્ટ વધી 77,301 પર અને નિફ્ટી 150 પોઇન્ટ વધી 23,960 પર બંધ રહ્યો. રોકાણકારોની સંપત્તિમાં આશરે 5.83 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો. ડેમોક્રેટિક પાર્ટીને બહુમતી મળતાં ટેક કંપનીઓ પર નિયંત્રણ વધવાની ચિંતાએ એશિયન બજારોને દબાવ્યા.
અમેરિકી ચૂંટણી પરિણામોની અસર, એશિયન બજારો તૂટ્યા, ભારતમાં તેજી
Source: Mantavya News