અમેરિકાના નાણા મંત્રાલયે ઈરાનના પ્રતિબંધિત તેલ કારોબારને ટેકો આપવાના આક્ષેપમાં ચંદીગઢ સ્થિત કારોબારી સુનીલ કુમાર શર્મા, તેમની પત્ની જસપ્રીત પ્રીતિ શાહિદ અને ભારતની નવ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યા છે. આ દંપતી પર જહાજો માટે નકલી સમુદ્રી રજિસ્ટ્રેશન અને ધ્વજ પ્રમાણપત્રો બનાવવાનો આરોપ છે, જેથી ઈરાની તેલવાહક જહાજો પ્રતિબંધ છતાં ઓપરેશન ચાલુ રાખી શક્યા. આ પગલું ટ્રમ્પ સરકારના 'ઓપરેશન ઇકોનોમિક આઉટકાસ્ટ' અભિયાન હેઠળ લેવાયું છે.
ઈરાની તેલ કારોબારમાં મદદ બદલ ભારતની 9 કંપની પર અમેરિકી પ્રતિબંધ
Source: GSTV