સુરતમાં હીરા ઉદ્યોગની મંદીને કારણે રોજગારીની શોધમાં રશિયા ગયેલા 39 વર્ષીય રમણિકભાઈ સરખળા રશિયન સેનામાં જોડાયા બાદ છેલ્લા ચાર મહિનાથી પરિવારના સંપર્કમાં નથી. 24 જૂને પત્ની શીતલબહેન સાથે છેલ્લી વાતચીત થઈ હતી, ત્યારે તેમણે ફૂડ સપ્લાયર તરીકે કામ કરવાનું જણાવ્યું હતું. પરિવારે ગાંધીનગર અને નવી દિલ્હીમાં અધિકારીઓ સુધી રજૂઆત કરી છે, પણ હજુ કોઈ ભાળ મળી નથી.
સુરતના યુવકનો રશિયન સેનામાંથી સંપર્ક તૂટ્યો
Source: BBC Gujarati