મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ-1ના રિનોવેશનને ધ્યાનમાં રાખીને 14 આંતરરાષ્ટ્રીય ડેસ્ટિનેશનની ફ્લાઇટ્સ કામચલાઉ ધોરણે નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ખસેડવાની ભલામણ થઈ છે. MIALએ આ અંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખ્યો છે. 28 માર્ચ 2027થી આ રૂટના સ્લોટ બંધ થશે, જેથી એક જ સ્થળ માટેની તમામ ફ્લાઇટ્સ એક જ એરપોર્ટ પરથી ઉપલબ્ધ થાય.
મુંબઈ એરપોર્ટના T1 રિનોવેશન માટે 14 આંતરરાષ્ટ્રીય રૂટ નવી મુંબઈ એરપોર્ટ પર
Source: Gujarat First