દિવાળીના પર્વે જામનગરની પરંપરાગત મુખવાસ બજારમાં ખરીદીનો માહોલ જામ્યો છે. ચાંદી બજાર, હવાઈ ચોક અને ડી.કે.વી. સર્કલ સહિતના વિસ્તારોમાં મુખવાસના સ્ટોલ્સ ઉભા કરાયા છે. જોકે ખાડી વિસ્તારના યુદ્ધને કારણે આયાત અને પરિવહન ખર્ચ વધતાં પિસ્તા, બદામ અને કાજુના ભાવમાં ઉછાળો આવ્યો છે, જેથી ડ્રાયફ્રુટની માંગ ઘટી છે.
દિવાળી પર જામનગરી મુખવાસ બજારમાં તેજી, ડ્રાયફ્રુટ ભાવ ઊંચા
Source: Aajkaal Gujarati