ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની જીત બાદ 29 વર્ષીય રૂપસિંહ ઠાકોરને મેયર બનાવાયા છે. કન્સ્ટ્રક્શન મટિરિયલના ધંધા સાથે સંકળાયેલા ઠાકોર પહેલી વખત ચૂંટાઈને સીધા મેયર બન્યા છે. ભાજપ કહે છે કે ઓબીસી અનામત હેઠળ તેમની પસંદગી થઈ, જ્યારે વિશ્લેષકો આને ઠાકોર મતદારો સુધી પહોંચવાની વ્યૂહરચના ગણાવે છે.
ગાંધીનગરના નવા મેયર રૂપસિંહ ઠાકોર, ઉંમર માત્ર 29 વર્ષ
Source: BBC Gujarati