દીપડાના હુમલે બાળકનું મોત, ગામમાં ડર

દીપડાના હુમલે બાળકનું મોત, ગામમાં ડર

દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના વાંસદા નજીક એક ગામમાં દીપડાએ ત્રણ વર્ષના બાળક આરવને ઉઠાવી જઈ હત્યા કરી. સાંજે શૌચ માટે બેઠેલા બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો અને ઘાયલ હાલતમાં મળી આવેલા બાળકને બચાવી શકાયો નહીં. વનવિભાગે પાંચ ટીમો સાથે પિંજરાં મૂક્યાં છે, પરંતુ બચ્ચાં સાથેની એક દીપડી હજુ પકડાઈ નથી.

Source: BBC Gujarati

More in Top Stories

Read the live feed on ZapIndies