સાફ ચેમ્પિયનશિપના પ્રથમ મુકાબલામાં ભારતે પાકિસ્તાનને 3-2થી હરાવીને 3 પોઈન્ટ મેળવ્યા. પ્રથમ હાફમાં સુહેલ ભટના બે અને કિપગેનના એક ગોલથી ભારતે 3-0ની સરસાઈ મેળવી હતી. અંતિમ મિનિટોમાં પાકિસ્તાને બે ગોલ કરી દબાણ લાવ્યું, પણ ગોલકીપર અર્શ શેખના બચાવે ભારતની જીત નિશ્ચિત કરી.
સાફ ચેમ્પિયનશિપમાં ભારતે પાકિસ્તાનને 3-2થી હરાવ્યું
Source: Aajkaal Gujarati