દિવાળીના ટાણે ખાંડના ભાવમાં છેલ્લા એક મહિનામાં પ્રતિ કિલો રૂ. 4નો વધારો થયો છે. છૂટક બજારમાં ભાવ રૂ. 65 પ્રતિ કિલો સુધી પહોંચ્યા છે, જ્યારે જથ્થાબંધ બજારમાં સરેરાશ રૂ. 55.40 છે. એક વર્ષ પહેલાં ખાંડ રૂ. 49 પ્રતિ કિલો હતી, એટલે બાર મહિનામાં રૂ. 15નો વધારો થયો છે. મિલ સ્તરેથી મર્યાદિત પુરવઠો અને તહેવારોની ભારે માંગને કારણે ભાવ ઊંચા રહ્યા છે.
દિવાળી પહેલાં ખાંડ પ્રતિ કિલો 4 રૂપિયા મોંઘી
Source: GSTV