દિલ્હીમાં રાહુલ ગાંધીની 'વોટ બચાવો, દેશ બચાવો' રેલીમાં ગેરહાજર રહેવા બદલ ગુજરાત યૂથ કૉંગ્રેસના 49 હોદ્દેદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા છે. 1 નવેમ્બરની રેલી બાદ 3 નવેમ્બરે આ આદેશ જાહેર થયો. સસ્પેન્ડ થયેલા કાર્યકરો કહે છે કે મેડિકલ અને અંગત કારણોસર ગેરહાજરીની અગાઉથી પાર્ટીને જાણ કરાઈ હતી અને પક્ષે નિર્ણય પર પુનઃવિચાર કરવો જોઈએ.
રેલીમાં ગેરહાજરી બદલ 49 યૂથ કૉંગ્રેસ હોદ્દેદારો સસ્પેન્ડ
Source: BBC Gujarati