ઇઝરાયલમાં પૂર્વ સેનાપ્રમુખ ગાદી આઇઝેનકોટને વડાપ્રધાન પદ માટે 67 સાંસદોનું સમર્થન મળ્યું છે, જ્યારે બેન્જામિન નેતન્યાહૂને માત્ર 46 સાંસદોનું સમર્થન છે. 120 સભ્યોના નેસેટમાં સરકાર રચવા 61 સાંસદો જરૂરી મનાય છે. અરબ પક્ષોના 19 સાંસદોના સમર્થનથી આઇઝેનકોટનો આંકડો વધ્યો છે. રાષ્ટ્રપતિ ઇસાક હર્ઝોગ રવિવારે સરકાર રચવાનું આમંત્રણ કોને આપવું તે અંગે નિર્ણય જાહેર કરે તેવી અપેક્ષા છે.
ઇઝરાયલમાં નેતન્યાહૂને ઝટકો, આઇઝેનકોટને 67 સાંસદોનું સમર્થન
Source: Gujarat First