ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશને જર્મનીની બૉશ-ઈવૉકો સ્પોર્ટ્સ ઇન્ટેલિજન્સ સાથે મળીને ગુજરાત સુપર લીગની ત્રીજી સીઝનમાં ડેટા આધારિત પ્રતિભા શોધની શરૂઆત કરી છે. અમદાવાદમાં યોજાયેલી 16 મેચોમાં 6 ફ્રેન્ચાઇઝી ટીમોના 133 ખેલાડીઓનું 1,719થી વધુ પ્રદર્શન સૂચકાંકો પર વિશ્લેષણ કરાયું હતું. આ પહેલના પરિણામે અન્ડર-20 વર્ગના બે ખેલાડીઓને જર્મનીની ક્લબમાં તાલીમ માટે પસંદગી મળી છે.
GSFAની ડેટા આધારિત પહેલ, બે ખેલાડીઓને જર્મનીમાં તાલીમ
Source: Gujarat First