દિવાળી પહેલાં ચેન્નાઈ, કોયમ્બતુર અને મદુરાઈમાં ફટાકડાની દુકાનો 80થી 90 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી રહી છે. બૉક્સ પરની એમઆરપી કરતાં વેચાણ કિંમત ઘણી ઓછી હોવા છતાં વેપારીઓ ખરીદ કિંમત પર 50થી 100 ટકા નફો મેળવે છે. કોયમ્બતુરના અધિકારીએ એમઆરપીને 'કૌભાંડ' ગણાવી છે, જ્યારે વેપારી સંગઠન એમઆરપી નિયંત્રિત કરવાની માંગ કરી રહ્યું છે.
તમિલનાડુમાં ફટાકડા પર 90% સુધી ડિસ્કાઉન્ટ, એમઆરપી પર સવાલ
Source: BBC Gujarati