ઑસ્ટ્રેલિયાની કંપની રિયો ટિંટો પશ્ચિમી ઑસ્ટ્રેલિયાના પિલબારા ક્ષેત્રમાં ઝેરી કેન ટોડનો પ્રવેશ રોકવા 28 મિલિયન ઑસ્ટ્રેલિયન ડૉલર (લગભગ 185 કરોડ રૂપિયા) ખર્ચશે. કર્ટિન યુનિવર્સિટીના સહયોગમાં પાંચ વર્ષનો આ પ્રોજેક્ટ 2027માં શરૂ થશે, જેમાં 7,500 વર્ગ કિમી વિસ્તારમાં બંધ બાંધી દેડકાને જળસ્રોત સુધી પહોંચતો અટકાવાશે. 1935માં લાવવામાં આવેલો આ દેડકો દર વર્ષે 40-60 કિમી આગળ વધી રહ્યો છે.
ઑસ્ટ્રેલિયામાં ઝેરી કેન ટોડ રોકવા 185 કરોડનો ખર્ચ
Source: BBC Gujarati