લંડનની મેઇસી સેવેજના ગર્ભમાં જ તેમના પુત્ર થિયોની સર્જરી કરવામાં આવી, જે ગેસ્ટ્રોસ્કીસિસ નામની જન્મજાત ખામીથી પીડિત હતો. અમેરિકાની ટેક્સાસ ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં 26 સપ્તાહે કરાયેલી આ સર્જરી સફળ રહી અને ત્રણ મહિના પછી થિયોનો જન્મ થયો. આ વિશ્વની પ્રથમ ક્લિનિકલ ટ્રાયલ હતી.
ગર્ભમાં જ બાળકની સર્જરી, તબીબી ચમત્કાર
Source: BBC Gujarati